Master Textbook constitution

બંધારણીય સુધારાઓ (Constitutional Amendments) - અનુચ્છેદ 368

આ ટોપિકની સંપૂર્ણ થીયરી ધ્યાનથી વાંચો અને છેલ્લે આપેલી ક્વિઝ દ્વારા તમારું જ્ઞાન ચકાસો.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

સુધારાની પ્રક્રિયા અને અનુચ્છેદ 368

ભારતીય બંધારણ એ નમ્રતા (Flexible) અને કઠોરતા (Rigid) નું અનોખું મિશ્રણ છે. બંધારણના ભાગ-20 માં 'અનુચ્છેદ 368' હેઠળ સંસદને બંધારણમાં સુધારો કરવાની સત્તા આપવામાં આવી છે.

  • સ્ત્રોત: દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી.
  • મર્યાદા: સંસદ બંધારણના 'મૂળભૂત માળખા' (Basic Structure) માં ફેરફાર કરી શકતી નથી (કેશવાનંદ ભારતી કેસ, 1973).
  • પ્રકારો:
  • સંસદની સાદી બહુમતીથી (Art 368 બહાર).
  • સંસદની વિશેષ બહુમતીથી (Art 368 હેઠળ).
  • વિશેષ બહુમતી + અડધાથી વધુ રાજ્યોની મંજૂરીથી (સંઘીય માળખા માટે).
star અગત્યના મુદ્દાઓ (Important Points)

ઐતિહાસિક સુધારાઓ: 1 થી 44

  • 1મો સુધારો (1951): 9મી અનુસૂચિ ઉમેરવામાં આવી અને જમીન સુધારાના કાયદાઓને ન્યાયિક સમીક્ષાથી મુક્તિ આપી.
  • 7મો સુધારો (1956): ભાષાના આધારે રાજ્યોનું પુનર્ગઠન (14 રાજ્યો અને 6 UT) અને બે કે તેથી વધુ રાજ્યો માટે એક જ હાઈકોર્ટની જોગવાઈ.
  • 24મો સુધારો (1971): સંસદ મૂળભૂત અધિકારો સહિત બંધારણના કોઈપણ ભાગમાં સુધારો કરી શકે તેવી સ્પષ્ટતા.
  • 42મો સુધારો (1976): 'લઘુ બંધારણ' (Mini Constitution). આમુખમાં ત્રણ શબ્દો (સમાજવાદી, બિનસાંપ્રદાયિક, અખંડિતતા) ઉમેરાયા. ભાગ-4A (મૂળભૂત ફરજો) ઉમેરાયો.
  • 44મો સુધારો (1978): મિલકતનો અધિકાર મૂળભૂત હકોમાંથી હટાવી માત્ર કાયદાકીય હક (300A) બનાવાયો. કટોકટીમાં Art 20 અને 21 ને રક્ષણ મળ્યું.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

આધુનિક અને સામાજિક સુધારાઓ

  • 52મો સુધારો (1985): પક્ષપલટા વિરોધી કાયદો (10મી અનુસૂચિ).
  • 61મો સુધારો (1988): મતદાનની વય 21 થી ઘટાડીને 18 વર્ષ કરી.
  • 73મો અને 74મો સુધારો (1992): પંચાયતી રાજ અને નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો.
  • 86મો સુધારો (2002): 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણનો અધિકાર મૂળભૂત હક (Art 21A) બન્યો.
  • 91મો સુધારો (2003): મંત્રીમંડળની સંખ્યા ગૃહની કુલ સંખ્યાના 15% થી વધુ ન હોવાની મર્યાદા.
  • 101મો સુધારો (2016): GST (વસ્તુ અને સેવા કર) નો અમલ.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

તાજેતરના સુધારાઓ (103 થી 106)

  • 103મો સુધારો (2019): આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે 10% અનામત.
  • 104મો સુધારો (2019): લોકસભા અને વિધાનસભામાં SC/ST અનામત 10 વર્ષ વધારવામાં આવી (એંગ્લો ઇન્ડિયન અનામત નાબૂદ).
  • 105મો સુધારો (2021): રાજ્યોને OBC યાદી તૈયાર કરવાની સત્તા પરત આપવામાં આવી.
  • 106મો સુધારો (2023): 'નારી શક્તિ વંદન અધિનિયમ' - લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં મહિલાઓ માટે 33% (1/3) બેઠકો અનામત રાખવાની જોગવાઈ.
quiz

તમારી તૈયારી ચકાસો (Quizzes)

આ ટોપિકના અલગ અલગ પાસાઓ પર નીચે મુજબની ક્વિઝ ઉપલબ્ધ છે. દરેક ક્વિઝમાં 20 પ્રશ્નો છે.