વડાપ્રધાન: રાષ્ટ્રના વાસ્તવિક વડા
ભારતીય બંધારણીય વ્યવસ્થા મુજબ, રાષ્ટ્રપતિ એ 'નામમાત્રના વડા' (Nominal Executive) છે અને વડાપ્રધાન એ 'વાસ્તવિક વડા' (Real Executive) છે. રાષ્ટ્રપતિ એ 'દેશના વડા' (Head of the State) છે, જ્યારે વડાપ્રધાન એ 'સરકારના વડા' (Head of the Government) છે.
લે લોર્ડ મોર્લી અનુસાર, વડાપ્રધાન 'સમાનોમાં પ્રથમ' (Primus inter pares) છે અને તેઓ મંત્રીમંડળની કમાનના કેન્દ્રબિંદુ છે.
વડાપ્રધાનની નિમણૂક અને લાયકાત
અનુચ્છેદ 75 મુજબ:
- વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
- સામાન્ય રીતે, લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે આમંત્રિત કરે છે.
- લાયકાત: તે ભારતનો નાગરિક હોવો જોઈએ અને સંસદના કોઈપણ એક ગૃહ (લોકસભા કે રાજ્યસભા) નો સભ્ય હોવો જોઈએ. જો તે સભ્ય ન હોય, તો નિમણૂક પછી 6 મહિનાની અંદર સભ્યપદ મેળવવું ફરજિયાત છે.
- વય મર્યાદા: જો લોકસભાના સભ્ય હોય તો 25 વર્ષ અને જો રાજ્યસભાના સભ્ય હોય તો 30 વર્ષ.
મંત્રીમંડળની જોગવાઈઓ (Articles 74 & 75)
અનુચ્છેદ 74: રાષ્ટ્રપતિને સહાય અને સલાહ આપવા માટે એક મંત્રીમંડળ રહેશે, જેના વડા વડાપ્રધાન હશે. રાષ્ટ્રપતિ આ સલાહ મુજબ કાર્ય કરવા માટે બંધાયેલા છે (42મો અને 44મો સુધારો).
અનુચ્છેદ 75: અન્ય મંત્રીઓની નિમણૂક વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ કરે છે. મંત્રીઓ રાષ્ટ્રપતિની 'મરજી' (Pleasure) સુધી હોદ્દો ધરાવે છે, પરંતુ સમગ્ર મંત્રીમંડળ લોકસભાને 'સામૂહિક રીતે' જવાબદાર રહે છે.
સામૂહિક અને વ્યક્તિગત જવાબદારી
- સાામૂહિક જવાબદારી (Collective Responsibility): જો લોકસભામાં મંત્રીમંડળ વિરુદ્ધ 'અવિશ્વાસનો ઠરાવ' (No-Confidence Motion) પસાર થાય, તો તમામ મંત્રીઓએ (રાજ્યસભાના સભ્યો સહિત) રાજીનામું આપવું પડે છે. 'તેઓ સાથે તરે છે અને સાથે ડૂબે છે'.
- વ્યક્તિગત જવાબદારી: દરેક મંત્રી વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે. વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિ કોઈ એક મંત્રીને પણ દૂર કરી શકે છે.
મંત્રીમંડળનું કદ (The Size of Ministry)
91મા બંધારણીય સુધારા (2003) દ્વારા મંત્રીમંડળની કુલ સંખ્યા લોકસભાની કુલ સભ્ય સંખ્યાના '15%' થી વધુ ન હોવી જોઈએ તેવી મર્યાદા નક્કી કરવામાં આવી છે (વડાપ્રધાન સહિત).
વડાપ્રધાનના કાર્યો અને ભૂમિકા
- મંત્રીમંડળના સંદર્ભમાં: મંત્રીઓની પસંદગી, ખાતાઓની ફાળવણી અને મંત્રીમંડળની બેઠકોનું સંચાલન.
- રાષ્ટ્રપતિના સંદર્ભમાં (અનુચ્છેદ 78): વહીવટી નિર્ણયોની જાણકારી રાષ્ટ્રપતિને આપવી એ વડાપ્રધાનની ફરજ છે. તેઓ રાષ્ટ્રપતિ અને મંત્રીમંડળ વચ્ચેની 'કડી' (Bridge) સમાન છે.
- સંસદના સંદર્ભમાં: તેઓ ગૃહના નેતા છે અને લોકસભા વિખેરવાની સલાહ રાષ્ટ્રપતિને આપી શકે છે.
- અન્ય: તેઓ NITI આયોગ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ (NDC), આંતર-રાજ્ય પરિષદ અને રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદના અધ્યક્ષ હોય છે.
મંત્રીઓના પ્રકાર
મંત્રીમંડળમાં ત્રણ કક્ષાના મંત્રીઓ હોય છે:
- કેબિનેટ મંત્રી: સૌથી મહત્વના ખાતા ધરાવતા વરિષ્ઠ મંત્રીઓ.
- રાજ્ય કક્ષાના મંત્રી: કેબિનેટ મંત્રીને સહાય કરવા માટે અથવા સ્વતંત્ર હવાલો ધરાવતા.
- નાયબ મંત્રી: કેબિનેટ કે રાજ્ય કક્ષાના મંત્રીઓને વહીવટી કાર્યોમાં મદદ કરવા માટે.
ભારતના વડાપ્રધાન વિશે વિશેષ તથ્યો
- પ્રથમ વડાપ્રધાન: જવાહરલાલ નેહરુ (સૌથી લાંબો સમય - 17 વર્ષ).
- પ્રથમ મહિલા વડાપ્રધાન: ઇન્દિરા ગાંધી.
- સૌથી ટૂંકો કાર્યકાળ: અટલ બિહારી વાજપેયી (13 દિવસ - પ્રથમ કાર્યકાળ).
- રાજ્યસભાના સભ્ય હોય તેવા વડાપ્રધાન: ઈન્દિરા ગાંધી, દેવેગૌડા, આઈ.કે. ગુજરાલ અને મનમોહન સિંહ.
- પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન: મોરારજી દેસાઈ (પ્રથમ ગુજરાતી વડાપ્રધાન).