Master Textbook economy

ફુગાવો (Inflation): મોંઘવારી, CPI અને WPI ની સમજ

આ ટોપિકની સંપૂર્ણ થીયરી ધ્યાનથી વાંચો અને છેલ્લે આપેલી ક્વિઝ દ્વારા તમારું જ્ઞાન ચકાસો.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

૧. ફુગાવો એટલે શું? (અર્થ અને વ્યાખ્યા)

સામાન્ય શબ્દોમાં ફુગાવો એટલે ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં થતો સતત અને લાંબા ગાળાનો વધારો.

  • પરિણામ: ફુગાવાના કારણે નાણાની ખરીદશક્તિ (Purchasing Power) ઘટે છે. એટલે કે, આજે જે વસ્તુ ૧૦૦ રૂપિયામાં મળે છે તે ભવિષ્યમાં ૧૧૦ માં મળે ત્યારે ૧૦% ફુગાવો થયો કહેવાય.
  • મિલ્ટન ફ્રીડમેન: ‘ફુગાવો એ હંમેશા અને દરેક જગ્યાએ એક નાણાકીય ઘટના છે.’
  • પ્રકાર:

૧. ક્રિપિંગ (Creeping): ૨-૩% (અર્થતંત્ર માટે સારું ગણાય).

૨. વોકિંગ (Walking): ૩-૧૦% (ચેતવણી સમાન).

૩. ગેલપિંગ (Galloping): ૧૦-૨૦% (ખરાબ અસર).

૪. હાઈપર ફુગાવો: જ્યારે ભાવ નિયંત્રણ બહાર જાય (દા.ત. ઝિમ્બાબ્વે કે જર્મનીમાં થયો હતો).

star અગત્યના મુદ્દાઓ (Important Points)

૨. ફુગાવાના કારણો (Causes of Inflation)

ફુગાવો મુખ્યત્વે બે રીતે જન્મે છે:

૧. ડિમાન્ડ-પુલ (Demand-Pull): જ્યારે લોકોની આવક વધે અને વસ્તુની માંગ (Demand) વધે પણ પુરવઠો ઓછો હોય.

૨. કોસ્ટ-પુશ (Cost-Push): જ્યારે કાચા માલના ભાવ, મજૂરી કે વીજળીના ભાવ વધવાને કારણે કંપનીઓ વસ્તુ મોંઘી કરે.

  • અત્યારના કારણો: યુદ્ધના કારણે તેલના ભાવ વધવા (Imported Inflation), કાળા નાણાંનો વધારો, વસ્તી વધારો અને સરકાર દ્વારા નોટોનું વધુ છાપકામ.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૩. ફુગાવો માપવાની પદ્ધતિઓ (WPI vs CPI)

ભારતમાં બે મુખ્ય સૂચકાંકો દ્વારા ફુગાવો માપવામાં આવે છે:

૧. WPI (Wholesale Price Index):

  • જથ્થાબંધ ભાવ પર આધારિત.
  • માત્ર ‘ચીજવસ્તુઓ’ ને જ ધ્યાનમાં લે છે (સેવાઓ નહીં).
  • રજૂઆત: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય.
  • બેઝ યર: ૨૦૧૧-૧૨.

૨. CPI (Consumer Price Index):

  • છુટક ભાવ (રિટેલ) પર આધારિત.
  • વસ્તુઓ અને સેવાઓ બંનેનો સમાવેશ થાય છે.
  • RBI પોતાની પોલિસી માટે CPI ને મુખ્ય ગણે છે.
  • બેઝ યર: ૨૦૧૨.

૪. ફુગાવાને નિયંત્રિત કરવાના ઉપાયો

  • નાણાકીય નીતિ (RBI): રેપો રેટ અને CRR વધારીને બજારમાંથી રોકડ ઓછી કરવી જેથી લોકો ખરીદી ઘટાડે.
  • રાજકોષીય નીતિ (સરકાર): ટેક્સ વધારવો કે સબસીડી ઘટાડવી.
  • વહીવટી પગલાં: સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી અને આવશ્યક ચીજવસ્તુઓની આયાત વધારવી.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૫. હેડલાઇન અને કોર ફુગાવો (Headline vs Core)

  • હેડલાઇન ફુગાવો: જેમાં ખોરાક (Food) અને ઇંધણ (Fuel) સહિતની તમામ વસ્તુઓ ગણાય છે. તેના ભાવમાં વારંવાર ફેરફાર થાય છે.
  • કોર ફુગાવો (Core): હેડલાઇન ફુગાવા માંથી ખોરાક અને ઇંધણને બાદ કરતા જે વધે તેને કોર ફુગાવો કહેવાય. તે લાંબા ગાળાનો ટ્રેન્ડ દર્શાવે છે.

૬. અન્ય મહત્વના શબ્દો

  • ડિફ્લેશન (Deflation): ભાવોમાં થતો સતત ઘટાડો (મોંઘવારી ઘટવી).
  • સ્ટેગફ્લેશન (Stagflation): જ્યારે ફુગાવો પણ વધુ હોય અને બેરોજગારી પણ વધુ હોય. આ અર્થતંત્રની સૌથી ખરાબ સ્થિતિ છે.
  • બેઝ ઇફેક્ટ (Base Effect): ગત વર્ષના ભાવ ખુબ ઓછા કે વધુ હોવાને કારણે ચાલુ વર્ષના ફુગાવાના આંકડામાં આવતો તફાવત.
quiz

તમારી તૈયારી ચકાસો (Quizzes)

આ ટોપિકના અલગ અલગ પાસાઓ પર નીચે મુજબની ક્વિઝ ઉપલબ્ધ છે. દરેક ક્વિઝમાં 20 પ્રશ્નો છે.