Master Textbook history

ભારત સરકારનો કાયદો 1935 અને પ્રાંતીય ચૂંટણીઓ (1937)

આ ટોપિકની સંપૂર્ણ થીયરી ધ્યાનથી વાંચો અને છેલ્લે આપેલી ક્વિઝ દ્વારા તમારું જ્ઞાન ચકાસો.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

ભારત સરકારનો કાયદો (૧૯૩૫)

આ કાયદો લંડનમાં થયેલી ત્રણ ગોળમેજી પરિષદો અને સાયમન કમિશનના અહેવાલના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો.

  • અખિલ ભારતીય સંઘ (Federation): બ્રિટિશ ભારત અને દેશી રજવાડાઓનો સંઘ બનાવવાની જોગવાઈ (જેનો અમલ ન થયો).
  • પ્રાંતીય સ્વાયત્તતા (Provincial Autonomy): પ્રાંતોમાં 'દ્વિમુખી શાસન' રદ કરી જવાબદાર સરકારની સ્થાપના.
  • કેન્દ્રમાં દ્વિમુખી શાસન: કેન્દ્ર સ્તરે મહત્વના વિષયો ગવર્નર જનરલ હસ્તક રાખવામાં આવ્યા.
  • સંઘીય અદાલત (Federal Court): ૧૯૩૭ માં દિલ્હી ખાતે સ્થાપના.
  • RBI (Reserve Bank of India): ૧૯૩૫ માં બેંકની સ્થાપના થઈ.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૧૯૩૭ ની પ્રાંતીય ચૂંટણીઓ

૧૯૩૫ ના કાયદા અંતર્ગત ૧૯૩૭ માં ૧૧ પ્રાંતોમાં ચૂંટણીઓ યોજાઈ.

  • કોંગ્રેસે મોટી જીત મેળવી અને મદ્રાસ, મધ્યપ્રાંત, બિહાર, ઓરિસ્સા, સંયુક્ત પ્રાંત (UP) માં સ્પષ્ટ બહુમતી મેળવી.
  • કુલ ૮ પ્રાંતોમાં કોંગ્રેસે પોતાની સરકારો (મંત્રીમંડળ) બનાવી.
  • મુસ્લિમ લીગની સ્થિતિ નબળી રહી, જેણે આગળ જઈને પાકિસ્તાનની અલગ માંગણી તેજ કરી.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

કોંગ્રેસ શાસન અને સિદ્ધિઓ

૧૯૩૭ થી ૧૯૩૯ સુધીના ૨૮ મહિના ના શાસનકાળમાં કોંગ્રેસ મંત્રીમંડળોએ મહત્વના સુધારા કર્યા:

  • રાજકીય કેદીઓની મુક્તિ અને નાગરિક સ્વતંત્રતા.
  • ખેતી વિષયક સુધારા અને દેવા માફી.
  • નિરક્ષરતા નિવારણ અને શિક્ષણમાં સુધારો.
  • ગાંધીચીંધ્યા 'દારૂબંધી' નો અમલ (ખાસ કરીને બોમ્બે અને મદ્રાસ માં).

મંત્રીમંડળોનું રાજીનામું (૧૯૩૯)

૧૯૩૯ માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થતા વાઈસરોય લોર્ડ લિનલિથગોએ ભારતીયોને પૂછ્યા વગર જ ભારતને યુદ્ધમાં સામેલ કરવાની જાહેરાત કરી.

  • આના વિરોધમાં ૨૨ ડિસેમ્બર ૧૯૩૯ ના રોજ તમામ કોંગ્રેસ સરકારોએ રાજીનામું આપ્યું.
  • મુસ્લિમ લીગે આ દિવસને 'મુક્તિ દિવસ' (Deliverance Day) તરીકે ઉજવ્યો.

વર્ધા શિક્ષણ યોજના (૧૯૩૭)

ગાંધીજીએ ૧૯૩૭ માં વર્ધા ખાતે શિક્ષણ સંમેલન કર્યું, જેમાં ડૉ. ઝાકિર હુસેન સમિતિએ પાયાના શિક્ષણ (Basic Education) નો અહેવાલ આપ્યો, જે 'નઈ તાલીમ' તરીકે ઓળખાયો.

quiz

તમારી તૈયારી ચકાસો (Quizzes)

આ ટોપિકના અલગ અલગ પાસાઓ પર નીચે મુજબની ક્વિઝ ઉપલબ્ધ છે. દરેક ક્વિઝમાં 20 પ્રશ્નો છે.