Master Textbook history

સામાજિક-ધાર્મિક સુધારણા આંદોલનો (Socio-Religious Reforms)

આ ટોપિકની સંપૂર્ણ થીયરી ધ્યાનથી વાંચો અને છેલ્લે આપેલી ક્વિઝ દ્વારા તમારું જ્ઞાન ચકાસો.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

ભારતીય પુનરુજ્જીવનના પિતા: રાજારામ મોહનરાય

રાજારામ મોહનરાય ને 'આધુનિક ભારતના પિતા' અને 'ભારતીય પુનરુત્થાનના જનક' ગણવામાં આવે છે.

  • બ્રહ્મો સમાજ (૧૮૨૮): તેમણે મૂર્તિપૂજા અને અંધશ્રદ્ધાનો વિરોધ કરવા બંગાળમાં આ સંસ્થા સ્થાપી.
  • સતી પ્રથા નાબૂદી: તેમના પ્રયાસોથી ૧૮૨૯ માં લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો.
  • તેમણે 'સંવાદ કૌમુદી' (બંગાળી) અને 'મિરાત-ઉલ-અખબાર' (ફારસી) અખબારો શરૂ કર્યા હતા.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

આર્ય સમાજ અને વેદો તરફ પાછા વળો

દયાનંદ સરસ્વતી એ ૧૮૭૫ માં મુંબઈમાં 'આર્ય સમાજ' ની સ્થાપના કરી.

  • તેમનો મુખ્ય મંત્ર હતો: 'વેદો તરફ પાછા વળો' (Go back to Vedas).
  • તેમણે 'સત્યાર્થ પ્રકાશ' નામનો ગ્રંથ લખ્યો અને શુદ્ધિ આંદોલન શરૂ કર્યું.
  • આર્ય સમાજે શિક્ષણ માટે DAV (Dayanand Anglo-Vedic) સ્કૂલો અને ગુરુકુળોની સ્થાપના કરી હતી.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદ એ ૧૮૯૭ માં બેલુર મઠ (બંગાળ) ખાતે 'રામકૃષ્ણ મિશન' ની સ્થાપના કરી.

  • ૧૮૯૩ માં અમેરિકાના શિકાગો માં 'વિશ્વધર્મ પરિષદ' માં આપેલા તેમના ભાષણથી દુનિયા ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થઈ.
  • તેમણે 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નો અમર સંદેશ આપ્યો હતો.

અન્ય સુધારણા આંદોલનો

  • પ્રાર્થના સમાજ (૧૮૬૭): આત્મારામ પાંડુરંગ અને એમ.જી. રાનડે દ્વારા મહારાષ્ટ્રમાં સ્થાપના.
  • સત્યશોધક સમાજ (૧૮૭૩): જ્યોતિબા ફૂલે દ્વારા દલિતો અને સ્ત્રીઓના ઉત્થાન માટે સ્થાપના. તેમણે 'ગુલામગીરી' પુસ્તક લખ્યું હતું.
  • થિયોસોફિકલ સોસાયટી: એની બેસન્ટ દ્વારા ભારતમાં પ્રચાર. તેમણે વારાણસીમાં સેન્ટ્રલ હિન્દુ કોલેજ સ્થાપી જે પાછળથી BHU (Banaras Hindu University) બની.

મુસ્લિમ, શીખ અને પારસી સુધારણા

  • અલીગઢ આંદોલન: સર સૈયદ અહમદ ખાને મુસ્લિમ સમાજમાં આધુનિક શિક્ષણ માટે શરૂ કર્યું.
  • અકાલી આંદોલન: ગુરુદ્વારાઓમાં ભ્રષ્ટાચાર દૂર કરવા શીખ સમાજ દ્વારા લડત.
  • રહનુમાઈ મજદયાસન સભા: દાદાભાઈ નવરોજી અને એસ.એસ. બંગાળી દ્વારા પારસી સમાજમાં સુધારા લાવવા સ્થાપના.
quiz

તમારી તૈયારી ચકાસો (Quizzes)

આ ટોપિકના અલગ અલગ પાસાઓ પર નીચે મુજબની ક્વિઝ ઉપલબ્ધ છે. દરેક ક્વિઝમાં 20 પ્રશ્નો છે.