Master Textbook science

રસાયણ વિજ્ઞાનના પાયાના ખ્યાલો: તત્વો, એસિડ અને સંયોજનો

આ ટોપિકની સંપૂર્ણ થીયરી ધ્યાનથી વાંચો અને છેલ્લે આપેલી ક્વિઝ દ્વારા તમારું જ્ઞાન ચકાસો.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

૧. પરમાણુ અને તેનું બંધારણ

દ્રવ્યનો સૌથી નાનો અવિભાજ્ય કણ ‘પરમાણુ’ (Atom) છે.

  • પ્રોટોન (+): કેન્દ્રમાં હોય છે, ધન વીજભારિત.
  • ન્યુટ્રોન (તટસ્થ): કેન્દ્રમાં હોય છે, કોઈ વીજભાર નથી.
  • ઇલેક્ટ્રોન (-): કેન્દ્રની આસપાસ કક્ષાઓમાં ફરે છે, ઋણ વીજભારિત.
  • આવર્ત કોષ્ટક: હેનરી મોસલેએ ‘આધુનિક આવર્ત કોષ્ટક’ આપ્યું, જેમાં તત્વોને તેમના પરમાણુ ક્રમાંક મુજબ ગોઠવવામાં આવ્યા છે.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૨. ધાતુ અને અધાતુ (Metals & Non-metals)

  • ધાતુઓ: મજબૂત, ચળકતી અને વિદ્યુતની સુવાહક હોય છે.
  • પારો (Mercury): એકમાત્ર ધાતુ જે ઓરડાના તાપમાને પ્રવાહી છે.
  • સોનું: સૌથી વધુ ટીપાઉ અને ખેંચાઉ ધાતુ.
  • અધાતુઓ: મોટે ભાગે વાયુ કે ઘન હોય છે.
  • બ્રોમિન: એકમાત્ર અધાતુ જે પ્રવાહી સ્વરૂપે મળે છે.
  • હિરો: કાર્બનનું અધાતુ સ્વરૂપ, જે સૌથી સખત કુદરતી પદાર્થ છે.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૩. એસિડ, બેઝ અને pH મૂલ્ય

  • એસિડ: સ્વાદે ખાટા હોય અને ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે (ACID -> Blue to Red).
  • બેઝ: સ્વાદે તૂરા હોય અને લાલ લિટમસને ભૂરું બનાવે.
  • pH સ્કેલ: ૦ થી ૧૪ સુધીનો હોય છે.
  • pH < 7: એસિડિક
  • pH = 7: તટસ્થ (શુદ્ધ પાણી)
  • pH > 7: બેઝિક (લોહીનું pH આશરે ૭.૪ છે).

૪. રોજિંદા જીવનના મહત્વના સંયોજનો

  • NaCl (સાદું મીઠું): સોડિયમ ક્લોરાઈડ.
  • NaHCO3 (ખાવાનો સોડા): સોડિયમ બાયકાર્બોનેટ.
  • Na2CO3 (ધોવાનો સોડા): સોડિયમ કાર્બોનેટ.
  • CaOCl2 (બ્લીચિંગ પાઉડર): કેલ્શિયમ ઓક્સિક્લોરાઈડ.
  • CaSO4 · 1/2 H2O (પ્લાસ્ટર ઓફ પેરિસ): મકાનકામ અને હાડકાં બાંધવા વપરાય છે.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૫. મિશ્રધાતુઓ (Alloys)

બે કે તેથી વધુ ધાતુઓના મિશ્રણને મિશ્રધાતુ કહેવાય:

  • પિત્તળ (Brass): તાંબું + જસત (Cu + Zn).
  • કાંસું (Bronze): તાંબું + ક્લાઈ (Cu + Sn).
  • સ્ટેનલેસ સ્ટીલ: લોખંડ + ક્રોમિયમ + નિકલ.
  • ટાંકા (Solder): સીસું + ક્લાઈ.

૬. બળતણ અને કુદરતી વાયુ

  • LPG: લિક્વિફિકેટ પેટ્રોલિયમ ગેસ, જેમાં પ્રોપેન અને બ્યુટેન મુખ્ય હોય છે. વાસ ઓળખવા ‘ઇથાઇલ મરકેપ્ટન’ ઉમેરાય છે.
  • CNG: કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જેમાં મુખ્યત્વે મિથેન (CH4) હોય છે.
quiz

તમારી તૈયારી ચકાસો (Quizzes)

આ ટોપિકના અલગ અલગ પાસાઓ પર નીચે મુજબની ક્વિઝ ઉપલબ્ધ છે. દરેક ક્વિઝમાં 20 પ્રશ્નો છે.