Master Textbook sports

હોકી અને હોકી વિશ્વકપ (100 MCQs)

આ ટોપિકની સંપૂર્ણ થીયરી ધ્યાનથી વાંચો અને છેલ્લે આપેલી ક્વિઝ દ્વારા તમારું જ્ઞાન ચકાસો.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

૧. ભારતીય હોકી: સુવર્ણ ઇતિહાસ

હોકી ભારતની રાષ્ટ્રીય રમત તરીકે (બિનસત્તાવાર રીતે) ઓળખાય છે. ભારતે હોકીમાં ૮ ગોલ્ડ મેડલ ઓલિમ્પિકમાં જીત્યા છે.

  • મેજર ધ્યાનચંદ: 'હોકીના જાદુગર' તરીકે જાણીતા (જન્મદિન ૨૯ ઓગસ્ટ - રાષ્ટ્રીય રમત દિવસ).
  • ૧૯૨૮ થી ૧૯૫૬ સુધી ભારત હોકીમાં અજેય રહ્યું હતું.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૨. પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪: ઐતિહાસિક બ્રોન્ઝ

ભરતની પુરુષ હોકી ટીમે પેરિસ ૨૦૨૪ માં સતત બીજી વાર ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

  • કેપ્ટન: હરમનપ્રીત સિંહ (ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૧૦ ગોલ કર્યા).
  • ગોલકીપર: પી.આર. શ્રીજેશ (The Wall - પેરિસ ગેમ્સ બાદ નિવૃત્તિ જાહેર કરી).
  • ભારતે સ્પેનને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૩. હોકી વિશ્વકપ (Men's Hockey WC)

  • સ્થાપના: ૧૯૭૧ (પ્રથમ વિજેતા: પાકિસ્તાન).
  • ભારતે ૧ વાર જીત્યો (૧૯૭૫): અજીતપાલ સિંહની કેપ્ટન્સીમાં કુઆલા લમ્પુર ખાતે.
  • ૨૦૨૩ વિશ્વકપ: ઓડિશા (ભારત) માં યોજાયો હતો (વિજેતા: જર્મની).

૪. હોકી ઇન્ડિયા (HI) અને લીગ

  • દિલીપ તિર્કી: હોકી ઇન્ડિયાના પ્રમુખ (પૂર્વ ખેલાડી).
  • હોકી ઇન્ડિયા લીગ (HIL): ૨૦૨૪-૨૦૨૫ માં ફરી શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે.
  • એફઆઈએચ (FIH) હોકીનું વિશ્વ સ્તરે સંચાલન કરે છે.

૫. હોકીના નિયમો અને મેદાન

  • મેદાનનું માપ: ૯૧.૪૦ મીટર x ૫૫ મીટર.
  • સમય: ૧૫-૧૫ મિનિટના ૪ ક્વાર્ટર (કુલ ૬૦ મિનિટ).
  • કાર્ડ: ગ્રીન (૨ મિ. આઉટ), યલો (૫-૧૦ મિ. આઉટ), રેડ (કાયમી બહાર).
quiz

તમારી તૈયારી ચકાસો (Quizzes)

આ ટોપિકના અલગ અલગ પાસાઓ પર નીચે મુજબની ક્વિઝ ઉપલબ્ધ છે. દરેક ક્વિઝમાં 20 પ્રશ્નો છે.