૧. રમત-ગમતનું મહત્વ અને પ્રકાર
રમત-ગમત એ માત્ર શારીરિક વ્યાયામ નથી પણ રાષ્ટ્રીય ગૌરવ અને શિસ્તનું પ્રતિક છે. રમતોના મુખ્ય બે પ્રકાર છે:
- ઇન્ડોર ગેમ્સ (Indoor): બિલ્ડીંગ કે હોલમાં રમાતી રમતો (જેમ કે શતરંજ, ટેબલ ટેનિસ, કેરમ).
- આઉટડોર ગેમ્સ (Outdoor): મેદાનમાં રમાતી રમતો (જેમ કે ક્રિકેટ, ફૂટબોલ, હોકી, કબડ્ડી).
૨. વિવિધ રમતોના પારિભાષિક શબ્દો (Sports Terminology)
- ક્રિકેટ: સિલ્લી પોઈન્ટ, ગુગ્લી, યોર્કર, ચાઇનામેન, મેઈડન ઓવર, ડક, રન આઉટ.
- ફૂટબોલ: કોર્નર કિક, પેનલ્ટી શૂટઆઉટ, ઓફસાઇડ, ડ્રિબલિંગ, ફાઉલ.
- બેડમિન્ટન: સ્મેશ, ડ્રોપ શોટ, લવ, સર્વિસ કોર્ટ, સેટ પોઈન્ટ.
- ટેનિસ: એસ (Ace), ડ્યુસ (Deuce), ગ્રાન્ડ સ્લેમ, લવ, એડવાન્ટેજ.
- શતરંજ (Chess): ચેકમેટ, ગેમ્બિટ, કાસલિંગ, સ્ટેલમેટ.
૩. મેદાનના માપ અને ખેલાડીઓની સંખ્યા
- ક્રિકેટ: પીચની લંબાઈ ૨૨ યાર્ડ (૨૦.૧૨ મીટર).
- કબડ્ડી: મેદાનનું માપ ૧૩ x ૧૦ મીટર (પુરુષો માટે).
- ખો-ખો: ૨૭ x ૧૬ મીટર.
- વોલીબોલ: ૧૮ x ૯ મીટર.
- ખેલાડીઓ: ક્રિકેટ/ફૂટબોલ/હોકીમાં ૧૧, કબડ્ડીમાં ૭ (મેદાન પર), ખો-ખોમાં ૯, વોલીબોલમાં ૬.
૪. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનો
- BCCI: ભારતમાં ક્રિકેટનું નિયમન કરે છે (સ્થાપના ૧૯૨૮).
- FIFA: વિશ્વ ફૂટબોલનું સંચાલન (પેરિસ/ઝ્યુરિચ).
- IOC: ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (લોઝેન, સ્વિટ્ઝર્લેન્ડ).
- SAI: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (દિલ્હી).
૫. રમતગમતની ટ્રોફીઓ
- રણજી ટ્રોફી: ક્રિકેટ (ભારત).
- ડેવિસ કપ: ટેનિસ (આંતરરાષ્ટ્રીય).
- સંતોષ ટ્રોફી: ફૂટબોલ (ભારત).
- આગા ખાન કપ: હોકી.
- ઉબેર કપ: બેડમિન્ટન (મહિલાઓ).