Master Textbook sports

ઓલિમ્પિક્સ ઈતિહાસ અને ટોક્યો 2020 (100 MCQs)

આ ટોપિકની સંપૂર્ણ થીયરી ધ્યાનથી વાંચો અને છેલ્લે આપેલી ક્વિઝ દ્વારા તમારું જ્ઞાન ચકાસો.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

૧. ઓલિમ્પિક્સનો પ્રાચીન અને આધુનિક ઈતિહાસ

  • પ્રાચીન ઓલિમ્પિક્સ: ઈ.સ. પૂર્વે ૭૭૬ માં ગ્રીસના ઓલિમ્પિયામાં શરૂ થઈ હતી.
  • આધુનિક ઓલિમ્પિક્સ: પિયરે ડી કુબર્ટિન (Pierre de Coubertin) ના પ્રયત્નોથી ૧૮૯૬ માં એથેન્સ, ગ્રીસ ખાતે પ્રથમ વાર રમાઈ હતી.
  • IOC (International Olympic Committee): સ્થાપના ૧૮૯૪ માં થઈ, મુખ્યાલય લોઝેન (સ્વિટ્ઝર્લેન્ડ) માં છે.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૨. ભારત અને ઓલિમ્પિક્સ (ઐતિહાસિક)

  • પ્રથમ સહભાગી: નોર્મન પ્રિટચાર્ડ (૧૯૦૦) - ૨ સિલ્વર મેડલ (બ્રિટિશ ઇન્ડિયા).
  • પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ: અભિનવ બિન્દ્રા (૨૦૦૮ - ૧૦ મીટર એર રાઈફલ).
  • પ્રથમ મહિલા મેડલિસ્ટ: કર્ણમ મલ્લેશ્વરી (૨૦૦૦ - બ્રોન્ઝ, વેઈટલિફ્ટીંગ).
  • હોકીમાં સુવર્ણ યુગ: ભારતે હોકીમાં ૮ ગોલ્ડ મેડલ જીત્યા છે (૧૯૨૮ થી ૧૯૮૦).
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૩. ટોક્યો ૨૦૨૦ ઓલિમ્પિક્સ (રમાઈ ૨૦૨૧ માં)

કોરોનાને કારણે મોડી યોજાયેલ આ ઓલિમ્પિક ભારત માટે ઐતિહાસિક રહી હતી.

  • કુલ મેડલ: ૭ (૧ ગોલ્ડ, ર સિલ્વર, ૪ બ્રોન્ઝ).
  • નીરજ ચોપરા: ૮૭.૫૮ મીટર ભાલા ફેંકમાં ગોલ્ડ જીતી એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો.
  • મીરાબાઈ ચાનુ: સિલ્વર (વેઈટલિફ્ટીંગ).
  • રવિ દહિયા: સિલ્વર (કુસ્તી).
  • પીવી સિંધુ: બ્રોન્ઝ (બેડમિન્ટન - સતત ૨ ઓલિમ્પિક મેડલ).
  • લવલીના બોરગોહેન: બ્રોન્ઝ (બોક્સિંગ).
  • બજરંગ પુનિયા: બ્રોન્ઝ (કુસ્તી).
  • પુરુષ હોકી ટીમ: ૪૧ વર્ષ બાદ બ્રોન્ઝ મેડલ જીત્યો.

૪. ઓલિમ્પિક્સ ચિહ્નો અને નિયમો

  • પાંચ રીંગસ: પાંચ ખંડો (એશિયા, યુરોપ, આફ્રિકા, અમેરિકા, ઓશનિયા) ના પ્રતિક છે.
  • મૉટો (Motto): 'Citius, Altius, Fortius - Communiter' (ઝડપી, ઊંચું, મજબૂત - સંયુક્ત રીતે).
  • જ્યોત (Flame): શાંતિ અને એકતાનું પ્રતિક.

૫. પેરાલિમ્પિક્સ અને વિશિષ્ટ ફેક્ટ્સ

  • ટોક્યો પેરાલિમ્પિક્સ: ભારતે રેકોર્ડ ૧૯ મેડલ (૫ ગોલ્ડ) જીત્યા હતા.
  • અવની લેખરાએ શૂટિંગમાં ગોલ્ડ અને બ્રોન્ઝ જીતી ઇતિહાસ રચ્યો હતો.
  • સુમિત અંતિલ (ભાલા ફેંક) અને પ્રમોદ ભગત (બેડમિન્ટન) એ પણ ગોલ્ડ મેડલ્સ મેળવ્યા હતા.
quiz

તમારી તૈયારી ચકાસો (Quizzes)

આ ટોપિકના અલગ અલગ પાસાઓ પર નીચે મુજબની ક્વિઝ ઉપલબ્ધ છે. દરેક ક્વિઝમાં 20 પ્રશ્નો છે.