Master Textbook economy

ભારતીય બેન્કિંગ માળખું: ઈતિહાસ થી ડિજિટલ યુગ સુધી

આ ટોપિકની સંપૂર્ણ થીયરી ધ્યાનથી વાંચો અને છેલ્લે આપેલી ક્વિઝ દ્વારા તમારું જ્ઞાન ચકાસો.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

૧. ભારતમાં બેન્કિંગનો ઈતિહાસ (ઐતિહાસિક પૃષ્ઠભૂમિ)

ભારતમાં આધુનિક બેન્કિંગની શરૂઆત બ્રિટિશ શાસન દરમિયાન થઈ હતી.

  • પ્રથમ બેંક: ‘બેંક ઓફ હિન્દુસ્તાન’ (૧૭૭૦) - જે ભારતની સૌ પ્રથમ બેંક હતી.
  • પ્રેસિડેન્સી બેંકો: બંગાળ (૧૮૦૬), બોમ્બે (૧૮૪૦) અને મદ્રાસ (૧૮૪૩) માં ત્રણ મુખ્ય બેંકો સ્થપાઈ.
  • ઇમ્પિરિયલ બેંક (૧૯૨૧): આ ત્રણેય પ્રેસિડેન્સી બેંકોને ભેગી કરીને ઇમ્પિરિયલ બેંક ઓફ ઈન્ડિયા બનાવવામાં આવી.
  • SBI ની સ્થાપના: ૧ જુલાઈ, ૧૯૫૫ ના રોજ ઇમ્પિરિયલ બેંકનું રાષ્ટ્રીયકરણ કરી તેનું નામ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) રાખવામાં આવ્યું (એ. ડી. ગોરવાલા સમિતિની ભલામણથી).
  • ભારતીયો દ્વારા સંચાલિત પ્રથમ બેંક: પંજાબ નેશનલ બેંક (PNB - ૧૮૯૪) - લાલા લજપતરાયના પ્રયાસોથી.
  • ભારતીયોની સંપૂર્ણ માલિકીની પ્રથમ બેંક: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (૧૯૧૧).
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૨. બેંકોનું રાષ્ટ્રીયકરણ (Nationalization of Banks)

આઝાદી પછી બેંકો ખાનગી વ્યાપારીઓના હાથમાં હતી, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ધિરાણ ઓછું મળતું હતું. ઈન્દિરા ગાંધી સરકારે બે તબક્કામાં રાષ્ટ્રીયકરણ કર્યું:

૧. પ્રથમ તબક્કો (૧૯ જુલાઈ, ૧૯૬૯): ૧૪ મોટી ખાનગી બેંકો (જેમની થાપણો ૫૦ કરોડથી વધુ હતી) નું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.

૨. બીજો તબક્કો (૧૯૮૦): વધુ ૬ બેંકો (જેમની થાપણો ૨૦૦ કરોડથી વધુ હતી) નું રાષ્ટ્રીયકરણ થયું.

  • હેતુ: વ્યાજખોરી અટકાવવી, છેવાડાના નબળા વર્ગ સુધી બેંકિંગ સુવિધા પહોંચાડવી અને અગ્રતા ક્ષેત્ર ધિરાણ (Priority Sector Lending - PSL) ને વેગ આપવો.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૩. બેંકોનું વર્ગીકરણ (Classification of Banks)

ભારતીય બેન્કિંગ માળખું અત્યારે નીચે મુજબ છે:

  • શિડ્યુલ્ડ બેંકો (Scheduled Banks): જે RBI એક્ટ, ૧૯૩૪ ના બીજા શિડ્યુલમાં સામેલ છે.
  • વ્યાપારી બેંકો (Commercial):
  • જાહેર ક્ષેત્ર (PSBs): સરકારની માલિકી (દા.ત. SBI, BOB, PNB).
  • ખાનગી ક્ષેત્ર: ઉદ્યોગપતિઓની માલિકી (દા.ત. HDFC, ICICI, Axis).
  • વિદેશી બેંકો: જેનું મુખ્ય મથક વિદેશમાં હોય (દા.ત. Citi Bank, HSBC).
  • પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs): ૧૯૭૫ માં નરસિમ્હન સમિતિની ભલામણથી શરૂ થઈ (દા.ત. બરોડા ગુજરાત ગ્રામીણ બેંક).
  • સહકારી બેંકો (Cooperative Banks): જે નફો કરવાના બદલે ‘સેવા’ ના ઉદ્દેશ્યથી ચાલે છે.
  • પેમેન્ટ બેંકો (Payment Banks): માત્ર ૧ કે ૨ લાખ સુધીની થાપણો સ્વીકારી શકે, લોન આપી શકતી નથી (દા.ત. Paytm, Airtel).

૪. બેન્કિંગ ક્ષેત્રમાં સુધારા અને ટેકનોલોજી

  • નરસિંમ્હન સમિતિ (૧૯૯૧): આ સમિતિએ બેન્કિંગમાં સ્પર્ધા વધારવા અને કાર્યક્ષમતા માટે ખાનગી બેંકોને પરવાનગી આપવાની ભલામણ કરી હતી.
  • બાઝેલ નોર્મ્સ (Basel Norms): બેંકોની નાણાકીય સુરક્ષા (Capital Adequacy) જાળવવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણો છે.
  • NPA (Non-Performing Assets): જો ૯૦ દિવસ સુધી લોનનો હપ્તો ન આવે તો તેને NPA (નકામી મિલકત) ગણવામાં આવે છે.
  • સરળ પતાવટ (IBC Code): દેવાળીયા જાહેર થયેલ કંપનીઓની મિલકત વેચીને બેંકોના પૈસા પાછા મેળવવાની પ્રક્રિયા.
  • ડિજિટલ બેન્કિંગ: CBS (Core Banking Solution), NEFT, RTGS, IMPS અને UPI (Unified Payments Interface) એ ભારતીય બેન્કિંગનો ચહેરો બદલી નાખ્યો છે.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૫. સ્પેશિયલાઈઝ્ડ બેંકો (Specialized Banks)

ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અલગ બેંકો બનાવવામાં આવી છે:

  • નાબાર્ડ (NABARD): ખેતી અને ગ્રામીણ વિકાસ (૧૯૮૨).
  • SIDBI: સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો (MSME) માટે (૧૯૯૦).
  • EXIM Bank: વિદેશી વેપાર (નિકાસ-આયાત) માટે (૧૯૮૨).
  • NHB (નેશનલ હાઉસિંગ બેંક): મકાન અને આવાસ લોન ના નિયમન માટે.

૬. બેંકોનું મર્જર (Bank Consolidation)

વૈશ્વિક સ્તરે ભારતની બેંકોને મજબૂત બનાવવા માટે સરકારે મોટા પાયે મર્જર કર્યું છે:

  • ૨૦૧૯ માં દેના બેંક અને વિજયા બેંકનું બેંક ઓફ બરોડા (BoB) માં વિલીનીકરણ થયું.
  • ૨૦૨૦ માં ઓરિયન્ટલ બેંક અને યુનાઈટેડ બેંકનું PNB માં વિલીનીકરણ થયું.
  • અત્યારે ભારતમાં મોટી ૧૨ જાહેર ક્ષેત્રની બેંકો છે.
quiz

તમારી તૈયારી ચકાસો (Quizzes)

આ ટોપિકના અલગ અલગ પાસાઓ પર નીચે મુજબની ક્વિઝ ઉપલબ્ધ છે. દરેક ક્વિઝમાં 20 પ્રશ્નો છે.