૧. નાણાકીય બજારના પ્રકારો: મની માર્કેટ vs કેપિટલ માર્કેટ
નાણાકીય બજાર બે ભાગમાં વહેંચાયેલું છે:
૧. નાણાં બજાર (Money Market): જે ટૂંકા ગાળાના (૧ વર્ષથી ઓછા) વ્યવહારો માટે હોય છે. તેનું નિયમન RBI કરે છે.
૨. મૂડી બજાર (Capital Market): જે લાંબા ગાળાના રોકાણો (Industrial & Debt) માટે હોય છે. તેનું નિયમન SEBI (સેબી) કરે છે.
- મૂડી બજારના ઘટકો: શેરબજાર, બોન્ડ માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ.
૨. ભારતના મુખ્ય શેરબજાર (Stock Exchanges)
BSE (Bombay Stock Exchange):
- એશિયાનું સૌથી જૂનું શેરબજાર (સ્થાપના ૧૮૭૫).
- તેનો મુખ્ય ઈન્ડેક્સ SENSEX (Sensitive Index) છે, જે ૩૦ મોટી બ્લુ-ચિપ કંપનીઓનો બનેલો છે.
- મુંબઈની દલાલ સ્ટ્રીટ (Dalal Street) ખાતે આવેલું છે.
NSE (National Stock Exchange):
- સ્થાપના ૧૯૯૨ માં ફેરાવાની સમિતિની ભલામણથી થઈ.
- તેનો મુખ્ય ઈન્ડેક્સ NIFTY-50 છે, જે ૫૦ મોટી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
- ભારતમાં સંપૂર્ણ ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગની શરૂઆત NSE એ કરી હતી.
૩. સેબી (SEBI) - બજારનું રક્ષક
- પૂરું નામ: Securities and Exchange Board of India.
- સ્થાપના: ૧૨ એપ્રિલ, ૧૯૮૮ (પ્રથમ બીન-વૈધાનિક તરીકે).
- વૈધાનિક માન્યતા: SEBI એક્ટ, ૧૯૯૨ દ્વારા ૩૦ જાન્યુઆરી ૧૯૯૨ ના રોજ તેને સ્વાયત્ત અને કાયદેસરની સત્તાઓ મળી.
- કાર્યો: ૧. રોકાણકારોના હિતનું રક્ષણ કરવું. ૨. શેરબજારમાં છેતરપિંડી અને ઇનસાઇડર ટ્રેડિંગ અટકાવવું. ૩. મ્યુચ્યુઅલ ફંડ અને બ્રોકરોના નિયમો બનાવવા.
- મુખ્ય મથક: મુંબઈ (બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ).
૪. પ્રાથમિક અને ગૌણ બજાર (Primary vs Secondary)
૧. પ્રાથમિક બજાર (Primary Market): જ્યારે કંપની પ્રથમ વખત પોતાના શેર લોકો માટે બહાર પાડે તેને IPO (Initial Public Offering) કહેવાય. અહીં પૈસા સીધા કંપનીને મળે છે.
૨. ગૌણ બજાર (Secondary Market): જ્યાં પહેલેથી લિસ્ટ થયેલી કંપનીના શેરનું રોકાણકારો વચ્ચે લે-વેચ થાય છે (શેરબજાર). અહીં પૈસા રોકાણકારો વચ્ચે ટ્રાન્સફર થાય છે.
૫. અગત્યની ટર્મિનોલોજી અને સાધનો
- શેર (Equity): કંપનીની માલિકીનો હિસ્સો.
- ડિબન્ચર / બોન્ડ: કંપની કે સરકાર દ્વારા લેવામાં આવેલું ઉધાર નાણું (Debt), જેના પર વ્યાજ મળે છે.
- ડિમેટ એકાઉન્ટ (Demat): શેરને ઈલેક્ટ્રોનિક સ્વરૂપે રાખવા માટેનું ખાતું. NSDL અને CDSL આ માટેની મુખ્ય ડિપોઝિટરીઝ છે.
- બુલ અને બેર (Bull & Bear): ‘બુલ’ (તેજીવાળો) બજાર વધવાની અપેક્ષા રાખે, જ્યારે ‘બેર’ (મંદીવાળો) બજાર ઘટવાની અપેક્ષા રાખે.
- મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund): ઘણા રોકાણકારોના પૈસા ભેગા કરી નિષ્ણાતો (Fund Managers) દ્વારા શેરબજારમાં રોકાણ કરવું.
૬. શેરબજારનો વધતો વ્યાપ અને જોખમો
ભારતમાં છેલ્લા વર્ષોમાં રીટેલ રોકાણકારોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે.
- SIP (Systematic Investment Plan): દર મહિને નિશ્ચિત રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકવાની પદ્ધતિ.
- જોખમ: શેરબજારમાં વળતર નિશ્ચિત હોતું નથી, તે બજારના જોખમોને આધીન છે.
- તકેદારી: હંમેશા ‘SEBI રજીસ્ટર્ડ’ સલાહકાર પાસેથી જ સલાહ લેવી અને છેતરપિંડી થી બચવા ‘KYC’ અપડેટ રાખવું.