Master Textbook economy

ગરીબી અને બેરોજગારી (Poverty & Unemployment): પડકારો અને ઉપાયો

આ ટોપિકની સંપૂર્ણ થીયરી ધ્યાનથી વાંચો અને છેલ્લે આપેલી ક્વિઝ દ્વારા તમારું જ્ઞાન ચકાસો.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

૧. ગરીબી (Poverty) - અર્થ અને પ્રકારો

ગરીબી એટલે એવી સ્થિતિ જેમાં વ્યક્તિ પોતાની જીવન જીવવા માટેની લઘુત્તમ પાયાની જરૂરિયાતો (ખોરાક, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય) સંતોષી શકતી નથી.

  • નિરપેક્ષ ગરીબી (Absolute Poverty): જે લઘુત્તમ કેલરી કે આવક ના સ્તરથી પણ નીચે જીવે તેને નિરપેક્ષ ગરીબ કહેવાય (ભારતમાં આ માપદંડ પ્રચલિત છે).
  • સાપેક્ષ ગરીબી (Relative Poverty): સમાજના અન્ય લોકોની તુલનામાં જેની આવક ઓછી હોય તે (આ વિદેશોમાં વધુ વપરાય છે).
  • ગરીબી રેખા (Poverty Line): જે આવક કે ખર્ચ સ્તરથી ગરીબ અને બિન-ગરીબને જુદા પાડવામાં આવે છે.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૨. ગરીબી માપવા માટેની સમિતિઓ

ભારતમાં સમય સમયે ગરીબીના આંકડા માટે સમિતિઓ રચી છે:

૧. વાય. કે. અલગ સમિતિ (૧૯૭૯): કેલરી આધારિત માપદંડ (ગ્રામ્ય-૨૪૦૦, શહેરી-૨૧૦૦ કેલરી).

૨. લકડાવાલા સમિતિ (૧૯૯૩): પરચેઝિંગ પાવર પર ધ્યાન આપ્યું.

૩. તેંડુલકર સમિતિ (૨૦૦૯): કેલરીને બદલે ‘માસિક વપરાશ ખર્ચ’ (Consumption Exp) પર ભાર મૂક્યો.

૪. રંગરાજન સમિતિ (૨૦૧૪): તેંડુલકર સમિતિના આંકડા સુધારવા માટે રચાઈ.

  • MPI (Multidimensional Poverty Index): નીતિ આયોગ મુજબ ગરીબી માત્ર આવક નથી પણ શિક્ષણ અને આરોગ્યમાં વંચિતતા પણ છે.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૩. બેરોજગારી (Unemployment) અને તેના પ્રકારો

જ્યારે કામ કરવાની ઈચ્છા અને શક્તિ હોવા છતાં પ્રવર્તમાન વેતન દરે કામ ન મળે તે સ્થિતિ.

  • છૂપી બેરોજગારી (Disguised): જરૂર કરતા વધુ લોકો કામમાં રોકાયેલા હોય. (ભારતની ખેતીમાં સૌથી વધુ જોવા મળે છે).
  • મોસમી બેરોજગારી (Seasonal): મોસમ મુજબ કામ મળે અને બાકીનો સમય બેકાર રહેવું પડે (ખેતી અને સુગર ફેક્ટરી).
  • માળખાગત (Structural): અર્થતંત્રમાં ફેરફાર થવાથી જૂના કૌશલ્યો નકામા બને ત્યારે.
  • ઘર્ષણજન્ય (Frictional): એક નોકરી છોડી બીજીમાં જોડાવા વચ્ચેનો સમય.
  • ચક્રીય (Cyclical): મંદીના લીધે થતી બેરોજગારી.

૪. ગરીબી હટાવો અને રોજગાર યોજનાઓ

  • MGNREGA (૨૦૦૫): ગ્રામીણ કુટુંબના એક સભ્યને વર્ષમાં ૧૦૦ દિવસની મજૂરીની ગેરેંટી.
  • IRDP (૧૯૮૦): સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY): ગરીબોને પાકા મકાન પૂરા પાડવા.
  • દીનદયાળ અંત્યોદય યોજના (DAY-NRLM): મહિલા સ્વ-સહાય જૂથો (SHGs) દ્વારા ગરીબી નાબૂદી.
  • PM-Kushal Vikas: બેરોજગારોને કૌશલ્ય તાલીમ (Skill India) આપી નોકરી માટે તૈયાર કરવા.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૫. બેરોજગારી માપવાના દર (NSO)

ભારતમાં NSO (નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ) દ્વારા PLFS (Periodic Labour Force Survey) બહાર પાડવામાં આવે છે.

  • LFPR (Labour Force Participation Rate): દેશની કુલ વસ્તીના કેટલા લોકો કામ કરવા માંગે છે.
  • UR (Unemployment Rate): જે લોકો કામ માંગે છે તેમાંથી કેટલા બેકાર છે.
  • તારણ: ભારતમાં અત્યારે યુવા બેરોજગારી અને અંડર-એમ્પ્લોયમેન્ટ (શિક્ષણ મુજબનું કામ ન મળવું) મોટા પડકારો છે.

૬. ગરીબી અને બેરોજગારી વચ્ચેનો સંબંધ

બેરોજગારી એ ગરીબીનું મુખ્ય કારણ છે. જો વ્યક્તિને રોજગાર ન મળે તો તેની આવક બંધ થાય છે અને તે ગરીબીના ‘દુષચક્ર’ (Vicious Cycle) માં ફસાય છે. સરકારનો લક્ષ્યાંક ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ દ્વારા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગારી વધારી ગરીબી ઘટાડવાનો છે.

quiz

તમારી તૈયારી ચકાસો (Quizzes)

આ ટોપિકના અલગ અલગ પાસાઓ પર નીચે મુજબની ક્વિઝ ઉપલબ્ધ છે. દરેક ક્વિઝમાં 20 પ્રશ્નો છે.