સાયમન કમિશન (૧૯૨૭)
૧૯૧૯ ના સુધારાની તપાસ કરવા માટે બ્રિટિશ સરકારે ૧૯૨૭ માં સર જ્હોન સાયમન ના નેતૃત્વમાં ૭ સભ્યોનું કમિશન નિમ્યું.
- વિરોધનું કારણ: આ કમિશન ના તમામ ૭ સભ્યો અંગ્રેજ હતા, એક પણ ભારતીય સભ્ય નહોતો. તેને 'વ્હાઇટ કમિશન' કહેવામાં આવ્યું.
- ૩ ફેબ્રુઆરી ૧૯૨૮ ના રોજ કમિશન મુંબઈ ઉતર્યું ત્યારે આખા દેશમાં 'સાયમન ગો બેક' (સાયમન પાછા જાઓ) ના નારા લાગ્યા.
લાલા લજપત રાય નું બલિદાન
૩૦ ઓક્ટોબર ૧૯૨૮ ના રોજ લાહોરમાં સાયમન કમિશન ના વિરોધ પ્રદર્શન નું નેતૃત્વ લાલા લજપત રાય કરી રહ્યા હતા.
- પોલીસ અધિકારી સ્કોટે લાઠીચાર્જનો આદેશ આપ્યો, જેમાં લાલાજી ગંભીર રીતે ઘાયલ થયા.
- તેમણે કહ્યું હતું: "મારા શરીર પર પડેલી લાઠીનો દરેક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના શબપેટીમાં છેલ્લો ખીલો સાબિત થશે."
- ૧૭ નવેમ્બર ૧૯૨૮ ના રોજ તેમનું અવસાન થયું.
નેહરુ અહેવાલ (Nehru Report - ૧૯૨૮)
ભારત મંત્રી લોર્ડ બર્કનહેડે ભારતીયો ને પડકાર ફેંક્યો કે તેઓ એક એવું બંધારણ તૈયાર કરે જે તમામ પક્ષોને માન્ય હોય.
- કોંગ્રેસે મોતીલાલ નહેરુ ના અધ્યક્ષપદે એક સમિતિ બનાવી.
- મુખ્ય જોગવાઈઓ: 'ડોમિનિયન સ્ટેટસ' (સ્વશાસન) ની માંગણી, મૂળભૂત અધિકારો, ભાષાવાર રાજ્યો ની રચના અને સંયુક્ત મતદાર મંડળ.
- આ ભારતનું પ્રથમ બંધારણ બનાવવાનું ગંભીર પગલું હતું.
જીન્ના ના ૧૪ મુદ્દા
નેહરુ અહેવાલ ને મુસ્લિમ લીગે નકારી કાઢ્યો અને મોહમ્મદ અલી જીન્નાએ ૧૯૨૯ માં '૧૪ મુદ્દા' રજૂ કર્યા. જેમાં કેન્દ્રમાં મુસ્લિમો માટે ૧/૩ અનામત અને પ્રાંતો ને વધુ સત્તા ની માંગણી હતી.
લાહોર અધિવેશન ૧૯૨૯ તરફ
નેહરુ અહેવાલ ના અમલ માટે સરકારે ૧ વર્ષનો સમય આપ્યો હતો. જો માંગણી ન સંતોષાય તો 'પૂર્ણ સ્વરાજ' નું લક્ષ્ય નક્કી કરવા માટે ૧૯૨૯ માં લાહોર અધિવેશન યોજાયું.