Master Textbook science

સાયબર સિક્યુરિટી અને AI: આધુનિક ટેકનોલોજી ના પડકારો

આ ટોપિકની સંપૂર્ણ થીયરી ધ્યાનથી વાંચો અને છેલ્લે આપેલી ક્વિઝ દ્વારા તમારું જ્ઞાન ચકાસો.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

૧. સાયબર સિક્યુરિટી અને જોખમો

ઇન્ટરનેટ ના યુગમાં ડેટા ચોરી અને ડિજિટલ હુમલાઓ વધ્યા છે.

  • માલવેર (Malware): નુકસાનકારક સોફ્ટવેર (વાયરસ, વર્મ, ટ્રોજન).
  • રેન્સમવેર (Ransomware): ફાઇલો લોક કરીને પૈસા માંગવા (દા.ત. WannaCry).
  • ફિશિંગ (Phishing): નકલી લિંક દ્વારા પાસવર્ડ ચોરવા.
  • CERT-In: ભારતની મુખ્ય સંસ્થા જે સાયબર હુમલા સામે રક્ષણ આપે છે.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૨. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)

મશીનો ને શીખવાની અને નિર્ણય લેવાની ક્ષમતા આપવી એટલે AI.

  • Machine Learning (ML): ડેટા પરથી જાતે શીખવું.
  • Generative AI: જે નવું કન્ટેન્ટ બનાવી શકે (ChatGPT, Google Gemini).
  • ઉપયોગ: સેલ્ફ-ડ્રાઇવિંગ કાર, મેડિકલ ડાયગ્નોસિસ, સ્માર્ટ એસિસ્ટન્ટ (Alexa).
  • પડકારો: ડીપફેક (Deepfake) - નકલી વિડિયો અને ફોટા.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૩. બ્લોકચેન અને ક્રિપ્ટોકરન્સી

બ્લોકચેન એ એવી ટેકનોલોજી છે જે માહિતીને સુરક્ષિત અને વિકેન્દ્રિત (Decentralized) રીતે સ્ટોર કરે છે.

  • ક્રિપ્ટોકરન્સી: બિટકોઈન, ઈથેરિયમ જેવી ડિજિટલ કરન્સી.
  • ડિજિટલ રૂપિયો (e-Rupee): RBI દ્વારા બહાર પાડેલી ભારતની અધિકૃત ડિજિટલ કરન્સી (CBDC).
  • NFT: નૉન-ફંજીબલ ટોકન્સ દ્વારા ડિજિટલ આર્ટ નું વેચાણ.

૪. નવી પેઢી નું કોમ્યુનિકેશન (5G અને 6G)

  • 5G: અત્યંત ઝડપી ઇન્ટરનેટ અને ઓછી લેટન્સી (Latency). તે IoT (Internet of Things) ને સપોર્ટ કરે છે.
  • 6G: ભવિષ્યની ટેકનોલોજી જે હોલોગ્રામ અને જટિલ કનેક્ટિવિટી લાવશે.
  • Edge Computing: ક્લાઉડ ના બદલે ડેટા ને યુઝર ની નજીક પ્રોસેસ કરવો.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૫. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ (Quantum Computing)

પરંપરાગત કમ્પ્યુટર 'bits' વાપરે છે, જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટર 'Qubits' વાપરે છે.

  • તે સુપરપોઝિશન અને એન્ટેન્ગલમેન્ટ ના સિદ્ધાંત પર ચાલે છે.
  • તે અત્યંત જટિલ ગણતરીઓ સેકન્ડો માં કરી શકે છે જે સુપર કમ્પ્યુટર વર્ષો માં કરે છે.

૬. કાનૂની સુરક્ષા: DPDP Act ૨૦૨૩

Digital Personal Data Protection Act ૨૦૨૩ હેઠળ ભારતીય નાગરિકો ના ડેટા ને સુરક્ષિત રાખવા માટે કડક નિયમો બનાવાયા છે. કંપનીઓને યુઝર ની પરવાનગી વગર ડેટા ન વાપરવા માટે બાધ્ય કરાઈ છે.

quiz

તમારી તૈયારી ચકાસો (Quizzes)

આ ટોપિકના અલગ અલગ પાસાઓ પર નીચે મુજબની ક્વિઝ ઉપલબ્ધ છે. દરેક ક્વિઝમાં 20 પ્રશ્નો છે.